પશ્ચિમ રેલવે – ભાવનગર વિભાગમાં ભરતી 2023

પશ્ચિમ રેલવે – ભાવનગર વિભાગમાં ભરતી 2023, Western Railway Jobs Bhavnagar 2023: પશ્ચિમ રેલવેમાં સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પશ્ચિમ રેલવે, ભાવનગર પરામાં 28 હોલ્ડ સ્ટેશનો માટેની કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની ખાલી જગ્યા માટે (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) અરજીઓ કરવા માટે આમંત્રિત કરે છે.

પશ્ચિમ રેલવે વિભાગમાં ભાવનગર ડિવિઝન ભરતી 2023

પોસ્ટનું ટાઈટલ પશ્ચિમ રેલવે – ભાવનગર ડિવિઝન ભરતી 2022
પોસ્ટનું નામ ટિકિટ બુકિંગ એજન્ટ
સ્થળ ભાવનગર ડિવિઝન નીચે આવતા હોલ્ટ સ્ટેશન
લાયકાત મિનિમમ 10 પાસ
છેલ્લી તારીખ 20-જાન્યુઆરી-2023
અરજીનો પ્રકાર ઓફ લાઈન

ભાવનગર જિલ્લા ટિકિટ બુકિંગ એજન્ટ ભરતી 2023


પશ્ચિમ રેલવે વિભાગમાં ભાવનગર ડિવિઝન દ્વારા કોન્ટ્રાકટ બેઇસ આધારિત સ્થાનિક લેવલ પર ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે.

પશ્ચિમ રેલવે ભરતી 2023


હોલ્ટ સ્ટેશનની વિગતો નીચે મુજબ છે.

ક્રમ નંબર હોલ્ટ સ્ટેશનનું નામ
01 હાથીગઢ
02 ઈંગોરાળા
03 જીરારોડ
04 મારીયાણા
05 સજનવાવરોડ
06 અમૃતવેલરોડ
07 મોટાજાદર
08 બજુડ
09 કનાડ
10 બંધનાથ
11 ચોકી સોરઠ
12 સખપુર
13 સુપેડી
14 ચિત્રાવડ
15 જામ્બુર
16 તોરણીયા
17 પાંચતલાવડા રોડ
18 ભાડેર
19 જુનીચાવંડ
20 મઢડા
21 ચંદ્રાવા
22 લોલીયા
23 વાવડી
24 તરસાઇ
25 રાણાબોરડી
26 બડોદરા
27 વલાદર
28 જશાપુર

પશ્ચિમ રેલવે – ભાવનગર વિભાગમાં ભરતી માટે શરતો અને નિયમો

  • પ્રારંભિક કરારનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. રેલવે બોર્ડની પોલીસી મુજબ તેની મુદ્દત સમાપ્તિ પર પાંચ વર્ષથી આગળના સમયગાળા માટે વિસ્તૃત કરી શકાય છે.
  • સફળ અરજદારને રૂ. 2000/-ની રકમ સિક્યોરીટી ડિપોઝીટ તરીકે જમા કરાવવાની રહેશે.
  • નિમણૂક સંપૂર્ણ પણે કરાર આધારિત છે અને તેમાં કોઈ સુવિધાઓ નથી જેમ કે રેલવે સેવામાં સમાવેશ, સેવાનું નિયમિતકરણ, બોનસ, રેલવે પાસ સુવિધાઓ હોલ્ટ કોન્ટ્રાકટરને પ્રાપ્ત થશે નહી.
  • પસંદગી સમિતિ અરજીઓ અને ટૂંકી યાદી પાત્ર અરજીઓની ચકાસણી કરશે. જો એક કરતા વધુ યોગ્ય ઉમેદવારો એક હોલ્ટ સ્ટેશન માટે અરજી કરે તો કોઇપણ બાળક દ્વારા કાઢવામાં આવેલ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે.
READ ALSO :-  GMERS Dharpur Patan Recruitment 2021 For Staff Nurse

અરજી માટે યોગ્યતા અને માપદંડ

  • અરજી કરનાર અરજદારએ 18 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ.
  • અરજદારે ઓછામાં ઓછા ધોરણ 10મું પાસ હોવું જોઈએ.
  • જે સ્થળ પર હોલ્ટ સ્ટેશન આવેલું હોય ત્યાં અરજદાર તે સ્થળનો કાયમી રહેવાસી હોવો જોઈએ. તે નિવાસસ્થાનને સ્થાનિક રહેઠાણ તરીકે ગણવામાં આવવું જોઈએ જો તે, તે જ જીલ્લામાં આવેલું હોય, જ્યાં હોલ્ટ સ્ટેશન સ્થિત છે.
  • અરજદાર ચેપી રોગ થી મુક્ત હોય અને સક્રિય સેવા માટે યોગ્ય હોવો જોઈએ.
  • અરજદાર પર કોઈ ગુનો દાખલ થયેલ ના હોય કોઈ ગુનાહિત રેકોર્ડ ના હોય અને સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ.

જરૂરી પ્રમાણપત્રો / દસ્તાવેજ લિસ્ટ

  • આવેદન કરનારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્રની/લિવિંગ સર્ટિની નકલ.
  • ધોરણ 10 / એસએસસી બોર્ડ માર્કશીટ નકલ.
  • રહેઠાણ નો પુરાવો / કાયમી નિવાસી પ્રમાણપત્ર.
  • મેડિકલ ફિટનેસ સરકારી મેડીકલ હોસ્પિટલ અથવા પીએચસી સેન્ટર દ્વારા પ્રમાણિત.
  • અરજદાર પર કોઈ ગુનો દાખલ થયેલ ના હોય કોઈ ગુનાહિત રેકોર્ડ ના હોય અને સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ તેનું પોલીસ સ્ટેશન દ્વારા પ્રમાણપત્ર.

કમિશનની ચૂકવણી

વર્તમાન રેલવે બોર્ડના પત્ર નંબર 2017/TG-IV/2/RB/05/હોલ્ટ પોલિસી તા.18-11-2019 મુજબ નીચે પ્રમાણે વેંચાયેલી માસિક ટિકિટની રકમ પર હોલ્ટ એજન્ટને કમિશન આપવામાં આવશે.

ટિકિટો વેંચાણનું ટર્નઓવર રૂ. માં /માસ કમિશન ટકાવારીમાં ચુકવવાનું રહેશે
રૂ. 1 થી રૂ. 15,000/- 15% (હોલ્ટ કોન્ટ્રાકટરને ચુકવવાપાત્ર લઘુત્તમ કમિશન 2 જોડી ટ્રેનના સ્ટોપેજ સુધીના હોલ્ટ માટે દર મહિને રૂ. 1,000/- અને 2 જોડીથી વધુ ટ્રેનના સ્ટોપેજ ધરાવતા હોલ્ટ માટે દર મહીને રૂ. 1,500/- રહેશે)
રૂ. 15,001 થી રૂ. 50,000/- 12%
રૂ. 50,001 થી રૂ. 1,00,000/- 9%
રૂ. 1,00,001 થી રૂ. 2,00,000,/- 6%
રૂ. 2,00,001 અને વધુ 3%

તમામ સહાયક દસ્તાવેજો સાથે અરજી પરિશિષ્ટ A માં નિયત નામુનામાં જમા કરવાની રહેશે.

પશ્ચિમ રેલ્વે ભાવનગર જીલ્લા હોલ્ટ એજન્ટની નિમણૂક પ્રેસ નોટીફીકેશન વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર પણ ઉપલબ્ધ છે જે પર થી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે અને અરજી જમા કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

READ ALSO :-  GPSSB FHW Recruitment 2022, 3137 Vacancies
પશ્ચિમ રેલવે - ભાવનગર વિભાગમાં ભરતી 2023

ભાવનગર ડિવિઝન પશ્ચિમ રેલવેમાં અરજી કઈ રીતે કરશો?

પશ્ચિમ રેલવેમાં અરજી કરવા માટે સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા-364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને અરજી બંધ થવાની તારીખ અને સમય 20-01-2023ના 18:00 કલાક સુધી છે.

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ 20-01-2023ના 18:00 સુધી

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો

Categories JOB