સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન, અહીંયાથી દર્શન કરો

સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન: ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાન દાદા નું મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે.

SARANGPUR 20LIVE 20DARSHAN



આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો છે, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે છે.

સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.

સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન

દર્શન કરવાનો સમય

સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9

પ્રસાદનો સમય

બપોરે 1 થી ૩ વાગ્યા સુધી

પૂજન માટે નો સમય

સવારે 8 થી 9

ફી

નિઃશુલ્ક

શહેર

બોટાદ

જિલ્લો

બોટાદ

ઓફિસિયલ વેબસાઈટ

https://www.salangpurhanumanji.org


સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન

સાળંગપુરનું આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે.

સાળંગપુર મંદિરની લાઇવ દર્શન માટે અહીં ક્લિક કરો