DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) અંતર્ગત 11 માસના કરાર ધોરણે ફીક્સ માસીક પગારથી ડેટા એન્ટ્રી ઓપરેટર, લેબોરેટરી ટેકનીશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે.
DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023 |
પોસ્ટ નામ | DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 |
કુલ જગ્યા | 36 |
સંસ્થા | DHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી) |
સત્તાવાર વેબ સાઈટ | www.arogyasathi.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અગાઉ તારીખ 25-12-2022 થી 31-12-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં માટે તારીખ 20-12-2022ના રોજ નોબત સમાચાર પત્રમાં અને તારીખ 21-12-2022ના રોજ ગુજરાત સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત રદ કરી નવેસરથી આ જાહેરાત આપવામાં આવશે.
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023
જે મિત્રો DHS દ્વારકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

જીલ્લા આરોગ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી 2023
ક્રમ |
પોસ્ટ નામ |
કુલ |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ |
માસિક |
1 |
આયુષ મેડીકલ ઓફીસર |
03 |
માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન. |
રૂ. 25,000/- ફિક્સ |
2 |
ફાર્માસીસ્ટ |
09 |
માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B.Pharma / D.Pharma) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. |
રૂ. 13,000/- ફિક્સ |
3 |
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ |
09 |
ઇન્ડીયન નર્સિંગ કોન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ. અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરવતા માત્ર સ્ત્રી ઉમેદવાર. |
રૂ. 12,500/- ફિક્સ |
4 |
કોલ્ડ ચેઈન મીકેનીક |
01 |
10 ધોરણ પાસ સાથે ગર્વમેન્ટ આઈ.ટી.આઈ.માંથી રેફ્રીજરેટર અને એરકંડીશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ અને બેજીક કોમ્પ્યુટરની જાણકારી (એમ.એસ.ઓફીસ) |
રૂ. 10,000/- ફિક્સ |
5 |
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી |
01 |
ગ્રેજ્યુએટની ડિગ્રી. |
રૂ. 13,000/- ફિક્સ |
6 |
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન |
01 |
એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટીક્સ. |
રૂ. 14,000/- ફિક્સ |
7 |
ડેટા એન્ટ્રી ઓપરેટર |
03 |
માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને MS OFFICEમાં પાયાનું કૌશલ્ય અને 3 થી 5 વર્ષનો અનુભવ. |
રૂ. 12,000/- ફિક્સ |
8 |
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ |
01 |
વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ તથા અંગ્રેજીમાં કામગીરીનું જ્ઞાન. |
રૂ. 13,000/- ફિક્સ |
9 |
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર |
01 |
વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ તથા અંગ્રેજી તથા ગુજરાતીમાં કામગીરીનું જ્ઞાન |
રૂ. 13,000/- ફિક્સ |
10 |
ન્યુટ્રીશન આસીસટન્ટ |
01 |
એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન). |
રૂ. 13,000/- ફિક્સ |
11 |
લેબોરેટરી ટેકનીશયન |
01 |
કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં મુખ્ય વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી હોવી જોઈએ અથવા ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજી સાથે એમ.એસ.સી. થયેલ હોવા જોઈએ. |
રૂ. 13,000/- ફિક્સ |
12 |
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર |
03 |
B.A.M.S. / G.N.M. / B.sc નર્સિંગની સાથે SIHFW વડોદરા મારફતે સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH) (બ્રીજ કોર્સ) કરેલ હોવો જોઈએ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) |
રૂ. 25,000/- ફિક્સ |
13 |
સ્ટાફ નર્સ |
02 |
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બી.એસ.સી. નર્સીંગ અથવા જી.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ. |
રૂ. 13,000/- ફિક્સ |
- 40 વર્ષ
શરતો
- નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જીલ્લામાં બદલી થઇ શકશે નહી.
- એક સરખા મેરીટના કિસ્સમાં જે ઉમેદવારની વય મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.
- અધુરી વિગતો વાળી, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ ઉપર HSC, ગ્રેજ્યુએટનાં એટેમ્પ સર્ટિફિકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડાયેલ નહી હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.
- સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
- ક્રમ નં. 5,7,8 અને 9 ના ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- નિમણૂક અંગેનો નિર્ણય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધિન રહેશે.
નોંધ : અરજી કરતા પહેલા જાહેરાત વાંચો