GSEB SSC HSC RESULT: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નુ પરિણામ, શિક્ષણમંત્રી એ જણાવી સંભવિત તારીખો

GSEB SSC HSC RESULT: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માર્ચ મહિના મા લેવામા આવી હતી.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીઝલ્ટ બોર્ડ દ્વારા તા. 2-5-2023 ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ GSEB SSC HSC RESULT ક્યારે આવશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રીએ GSEB SSC RESULT DATE અને GSEB HSC RESULT DATE અંગે સંભવિત તારીખો વ્યકત કરી હતી. ચાલો જાણી ડીટેઇલ માહિતી.

GSEB SSC HSC RESULT

પોસ્ટનું નામ GSEB SSC RESULT DATE
GSEB HSC RESULT DATE
પરીક્ષા બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
રીઝલ્ટ સ્ટેટસ હજુ જાહેર થયેલ નથી
પરિણામનું નામ ધોરણ 10 રિઝલ્ટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ
પરિણામની તારીખ મે મહિનાના અંતમા
અથવા જુન મહિનાના પહેલા વીકમાં
ઓફીસીયલ વેબસાઈટ gseb.org

GSEB SSC RESULT DATE

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામા આવી હતી. તા. 2 મે 2023 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેર કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે.

રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં બોર્ડના પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થવા આવી છે અને હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થતા મે મહિનામાં ધો.10- પરિણામ આવવાની સંભાવના રહેલી છે. જે અનુસાર, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવાનો નિર્ધાર શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ ગત વર્ષ કરતા 10 દિવસ વહેલું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ.

 

GSEB HSC RESULT DATE

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ્યારે ધોરણ 10 નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થવાની શકયતાઓ રહેલી છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ gseb.org પર જ જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામા આવશે.

ધોરણ 10ની ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી માટે રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કિ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર 28,000 શિક્ષકો એ પેપર ચકાસણીની કામગીરી કરી હતી. હાલ બોર્ડ પરિણામ માટે ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

SSC HSC Result On Whatsapp

દર વર્ષે બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવે છે. બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટ મા એક નવતર અભિગમ અપનાવવામા આવ્યો હતો. જેમા વિદ્યાર્થીઓ Whatsapp દ્વારા પણ પોતાનુ રીજલ્ટ મેળવી શકતા હતા. ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામનય પ્રવાહના રીજલ્ટ મા પણ આ સુવિધા બોર્ડ દ્વારા આપવામા આવે તેવી શકયતા છે.

GSEB RESULT DATE

ધોરણ 10 અને ધોરણ 12 સામનય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અએન ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે જાહેર કરવામા આવશે તે બાબતે કોઇ ઓફીસીયલ નોટીફીકેશન જાહેર કરવામા આવી નથી. અહિં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યુઝ ના આધારે માહિતી એકત્ર કરી મૂકેલી છે. જ્યારે પણ રીજલ્ટ ની તારીખ ડીકલેર થશે ત્યારે બોર્ડ દ્વારા એની સતાવાર વેબસાઇટ પર જાણકારી આપવામા આવે છે. GSEB SSC Result 2023 ની લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ gseb.org ચેક કરતા રહેવુ.

આ વખતે શિક્ષણ બોર્ડની પેપર મૂલ્યાંકન ની અને રિઝલ્ટ તૈયાર કરવાની તૈયારીઓ જોતા દર વખત કરતા વહેલા રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ અંગે વધુ અપડેટ આવ્યે ઉપલબ્ધ કરાવતા રહિશુ.

GSEB SSC HSC RESULT: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નુ પરિણામ, શિક્ષણમંત્રી એ જણાવી સંભવિત તારીખો
GSEB SSC HSC RESULT

અગત્યની લીંક

GSEB Official Website અહિં ક્લીક કરો

FaQ’s

GSEB SSC RESULT DATE શું છે ?

ધોરણ 10 રિઝલ્ટ તારીખ હજુ જાહેર કરવામા નથી આવી પરંતુ મે મહિનાના અંતમા રિઝલ્ટ જાહેર થવાની શકયતા છે.

GSEB HSC RESULT DATE શું છે ?

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ તારીખ હજુ જાહેર કરવામા નથી આવી પરંતુ મે મહિનાના અંતમા રિઝલ્ટ જાહેર થવાની શકયતા છે.

ધોરણ 10 અને 12 નુ રિઝલ્ટ જોવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

gseb.org

WhatsApp ગ્રૂપમાં જોડાવો!