Samras Hostel Admission 2023: સમરસ છાત્રાલયમાં વર્ષ-૨૦૨૩ માં પ્રવેશ મેળવવા અહીંથી ફોર્મ ભરો
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત | |
કોણ પ્રવેશ મેળવી શકે છે. | કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ |
ઓફીશીયલ વેબસાઇટ | https://samras.gujarat.gov.in/ |

સમરસ છાત્રાલયમાં ઇજનેર કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત
Samras Hostel Admission 2023; કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2023-24નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા , સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફ્ક્ત ગ્રુપ-૧ (ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો) માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા: 25-06-2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023
- સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
- (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
- વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
- સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
- સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.
ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2023-24 યાદી
- રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
- હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
Samras Hostel Admission 2023 જરૂરી દસ્તાવેજો
- વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
- સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
- સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો.
How To Online Apply Samras Hostel Admission
સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ફ્ક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી બે જગ્યાએથી થશે. એક તો Samaras Hostel ની ઓફિશીયલ વેબસાઈટ પરથી અને Digital Gujarat Portal પરથી પણ ઓનલાઈન કરી શકાશે. વિદ્યાર્થીઓ ગ્રામ કક્ષાએથી VCE મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. Samras Hostel Online Form કેવી રીતે ભરવું તેની Step by step માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google માં Samaras Hostel લખવું.
- હવે Samarach Chhatralay ની સરકારી વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટમાં Chhatralay Online Admission પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નવું એડિમશન મેળવવા માંગતા હોય અને વેબસાઈટ પર રજીસ્ટેશન ન કરેલું હોય તો samaras hostel registration for student પર ક્લિક કરીને નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો Enter Email Id, Enter Password, Enter Captcha Code નાખીને રજીસ્ટ્રેશન કરી શકે છે.
- વિદ્યાર્થીઓએ New Registration કરવા માટે માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ Scan કરીને તૈયાર રાખીને “I Agree Rule & Regulation” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે Personal Detail પર ભરવાની રહેશે. જેમ કે નામ, સરનામુ, જેન્ડર, જ્ઞાતિ વગેરે
- ત્યારબાદ Education Detail માં વિદ્યાર્થીએ પોતાની શૈક્ષણિક લાયકાતની સાચી વિગતો ભરવાની રહેશે.
- હવે Other Detail ભરવાની રહેશે.
- ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓનલાઈન Document Upload કરવાના રહેશે.
- છેલ્લે વિદ્યાર્થીઓએ Declaration આપવાનું રહેશે. તમામ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ સમરસ છાત્રાલયના નિયમોનું પાલન કરવા માટે આ Declaration ફરજિયાત માંગવામાં આવે છે.
Samras Hostel Admission 2023 ગુજરાત સમયપત્રક
- ફોર્મ ભરવાની/અરજી કરવાની છેલ્લી તારીખ :- ૨૫/૦૬/૨૦૨૩
- SAMRAS HOSTEL HELP MANUAL અહીં ક્લિક કરો
- સમરસ છાત્રાલયો ખાતે સંપર્ક માટે ની ટેલીફોનિક વિગત અહીં કલિક કરો.
- ઓફીશીયલ વેબસાઇટ :- અહીં ક્લિક કરો
- ઓફીશીયલ જાહેરાત :- અહીં ક્લિક કરો