Vidhyasahayak bharti 2022: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યા સારા સમાચાર. વિદ્યાસહાયકની નોકરીની રાહ જોતા યુવાનોની સંખ્યા હજારોમાં છે ત્યારે કુલ 2600 ની ભરતી ના સમાચાર બહાર પાડ્યા છે.
Vidhyasahayak bharti 2022:
આજે રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે (Vidhyasahayak Bharti 2022) શિક્ષણ મંત્રી વાઘાણીએ (Jitu Vaghani) આજે આ અંગે ગાંધીનગરથી જાહેરાત કરી (Vidhyasahayak Bharti 2022 Anouncement) હતી. હવે આગામી દિવસોમાં 2600 જેટલા વિદ્યાસહયકોની ભરતી થશે.

ક્યા ધોરણમાં કેટલા વિદ્યાસહાયકોની ભરતી થશે
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપેલી માહિતી મુજબ આગામી સમયમાં રાજ્યમાં 2600 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં ધોરણ એકથી પાંચમાં 1000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે જ્યારે ધોરણ 6-8માં 1600 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે.
2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE
— Jitu Vaghani (@jitu_vaghani) October 10, 2022
11 ઓક્ટોબરના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 5 માં 1000, ધોરણ 6 થી 8 માં ગણિત વિષયમાં 700, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારો માટે સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો સમાવેશ કરવામાં આવશે.